દિવાળી પર 25 ઓક્ટોબરના રોજ રજુ થયેલ સાંડ કી આંખને ફિલ્મ સમીક્ષકોએ સ્પેશય્લ સ્ક્રીનિંગ પછી 3.5/5 રેટિંગ આપી છે. આ ફિલ્મ પણ બાયોપિક છે. જેમા અભિનેત્રી તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરે લીડ રોલ ભજવ્યો છે.
સ્ટોરી - આ ફિલ્મ ભારતની સૌથી વૃદ્ધ શોર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના જીવન પર આધારિત છે. અને એક પ્રેરક સંદેશ આપે છે.
સમીક્ષા - ભાભી ચંદરો (ભૂમિ પેડનેકર) અને પ્રકાશી (તાપસી પન્નુ)એક એવા પરિવારમાંથી આવે છે જે પુરૂષ પ્રધાન છે અને અહી બધા નિર્ણય ઘરના મોટા પુરૂષો જ કરે છે. આવામાં આ બંને પણ પ્રકારના વાતાવરણથી ટેવાય જાય છે. આ દરમિયાન આ બંનેને 60ની વયમાં મહિલાઓના અસ્તિત્વને બચાવી રાખવાની તક મળે છે. ત્યારબાદ શરૂ થય છે ઉત્તર પ્રદેશના એક નાનકડા જૌહરી ગામની બે 60 વર્ષની વય પાર ચુકેલી મહિલાઓની નવી જીંદગી.
આ દરમિયાન તેમને જાણ થાય છે કે બંને ખૂબ સારી શૂટર છે. પછી તેમને ગામમાં શૂટિંગ રેંજ સ્થાપિત કરનારા ડોક્ટર યશપાલનો સહયોગ મળે છે. તે તેમને માટે શૂટિંગ પ્રશિક્ષક બની જાય છે. તેઓ વિવિધ હરીફાઈમાં ભાગ લે છે. અને પદક જીતે છે. જ્યારે તે પોતાના કૌશલનુ સન્મન કરવામાં વ્યસ્ક્ષ્ત હોય છો તો તેમના ઘરના પુરૂષ આ મહિલાઓના જીવનમાં આવનારી નવી ઘટનાઓથી અજાણ હોય છે. તેઓ પોતાની પૌત્રીઓને સૂટનુ પાલન કરવા માટે પ્રેરિત પણ કર છે. જો કે સ્ટોરીમાં એક ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે મહિલાઓનો આ છુપા છુપીનો ગેમ ઘરના પુરૂષોની સામે આવ છે.
ફિલ્મની શરૂઆતમાં ડાયરેક્ટર હીરાનંદાનીએ દર્શકોને એક ઘરના વાતાવરણનો પરિચય કરાવ્યો છે. તેમને એ બતાડવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે ઘરમાં એક સ્ત્રીની ઓળખ તેના ઓઢણીના રંગ પરથી થાય છે. એક દ્રશ્યમાં ભૂમિને એક નવવિવાહિત તાપસીને સમજાવી કે ઘરની મહિલાઓ એક વિશિષ્ટ રંગનો દુપટ્ટો પહેરે છે. કારણ કે આ ઘરના પુરૂષોમાં ભ્રમથી બચવામાં મદદ કરે છે.
ભૂમિ અને તાપસીએ દાદીના રૂપમાં પોતાની પૌત્રીઓને પ્રેરિત કરવા અને તેમને મદદ કરવા માટે કશુ પણ કરવા તૈયાર છે. બે અભિનેત્રીઓએ ફિલ્મને સરળતાથી પોતાના ખભા પર લઈ લીધી. તેમની અદમ્ય ભાવના ત્યારે ચમકી જાય છે જ્યારે તે મુશ્કેલ થઈ જાય છે. અનેક સ્થાન પર એક્ટિંગના મામલે તાપસીએ ભૂમિને થોડી પાછળ છોડી છે. જો કે ભૂમિએ દરેક સમયે પોતાના તરફથી બેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ફિલ્મમાં ગીતોમાં વોમેનિયા અને ઉડતા તીતર સ્ટોરીના હિસાબથી ખૂબ સારા છે. સંવાદ ઉપદેશાત્મક નથી પણ એવા પણ નથી કે તેમને યાદ રાખવામાં આવે.
જો કે વડીલ મહિલાઓના પાત્રમાં ખરાબ પ્રોસ્થેટિક મેકઅપ દર્શકોને વિચલિત કરી શકે છે. વૃદ્ધ મહિલાઓના વાળમાં ચાંદીની ધારીઓ અને પૈચી મેકઅપ આંખોને ખટકે છે. પણ આ માટે ભૂમિ અને તાપસીને પુરો ક્રેડિટ આપવો જોઈ કે આ અવરોધ પણ તેમણે દૂર કર્યો છે. અને તમને તેનાથી વિશેષ જોવાનુ કહ્યુ છે. જો કે તેમા કોઈ શક નથી કે આ એક પ્રેરણદાયક સ્ટોરી છે. એક સખત સંપાદને તેને વધુ મનોરજક બનાવી દીધી છે.