Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Somwar Upay- સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

somvar upay
, સોમવાર, 15 એપ્રિલ 2024 (04:04 IST)
સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.
 
મનોકામના પૂર્તિ માટે - સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.
 
અખંડ લક્ષ્મીના વાસ માટે - ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’  મંત્રની માળા કરવી.
 
બીમારીથી છુટકારા માટે - સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Prasad Recipe 2024:નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરો, પ્રસાદમાં અનાનસના કેસરના શીરા બનાવો.